આ શાળા સાથે તો મારી ઘણી બધી યાદો જોડાયેલી છે. ધોરણ 8 થી ધોરણ 10 સુધી આ શાળામાં અભ્યાસ કરેલો છે. શાળાના સમયગાળા દરમિયાન ઘણા બધા પાસાઓમાંથી પસાર થયા છીએ. એ પછી શાળામાં વિદ્યાર્થીઓની ચૂંટણી હોય, વિવિધ સમિતિઓમાં ભાગીદારી, શાળા તરફથી વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરવું. શાળાની સૌથી વધુ ગમતી વાતો હોય તો તે છે આપણી શાળાની પ્રાર્થના સવારના 7:30 થી ધૂન, દીપ જ્યોતિ , મા સરસ્વતી વંદના, શાંતિ મંત્ર અને સૌથી મહત્વનું સંપૂર્ણ વંદે માતરમ જે હાલ ઘણી શાળાઓમાં ઘણી જગ્યાએ ગવાય છે પણ તે માત્ર એક કડી જ ગાવામાં આવે છે. દર શનિવારે ડ્રમ સાથે કરવામાં આવતી કસરત જેમાં 10 દાવ પૂરા કરાવવામાં આવતા હતા. આ બધાની સાથે દર શનિવારે સઘન શિક્ષણમાં લેવામાં આવતી પરીક્ષાઓ. આ પરીક્ષાઓ દ્વારા એટલી પરીક્ષાની આદત પડી ગઈ કે કોઈપણ પરીક્ષા આવે કોઈ ગભરાટ કે ચિંતા ન થાય. અને સૌથી સારામાં સારી યાદ એકે જ્યારે ધોરણ 10 બોર્ડનું પરિણામ આવ્યું ત્યારે સમગ્ર કેન્દ્રમાં ત્રીજો નંબર આવ્યો. અને અમારી શાળાના ટોપ 3 કેન્દ્રમાં પણ ટોપ 3 હતા. શાળાના આ દિવસો વિદ્યાર્થીકાળના સુવર્ણ દિવસો હતા.